મોરબી-માળિયા પેટાચૂંટણીમાં ઉભેલા 9 અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ અપાયા

- text


રાજકીય પક્ષ સાથે અપક્ષ ઉમેદવાર પણ પોતાના મત ચિન્હ પર મતદાન કરાવવા કરશે અપીલ

મોરબી : મોરબીમાં પેટાચૂંટણી જાહેર થયા બાદ હવે મતદાનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોરબીમાં 22 ઉમેદવારોએ દાવેદારી નોધાવી હતી જે બાદ 2 ઉમેદવારોના ડમી ફોર્મ રદ થયા હતા. જ્યારે 8 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા હતા.હવે 9 અપક્ષ ઉમેદવાર અને 3 પક્ષના ઉમેદવાર નોંધાયા છે.

સામાન્ય રીતે રાજકીય પક્ષના ઉમેદવારના ચિન્હ નક્કી હોવાથી લોકો ઉમેદવારના નામ અને ચિન્હ ઇવીએમમાં રાખવામાં આવ્યાં હોય છે. જેથી મતદાર તેના પસંદગીના ઉમેદવારને સરળતાથી ઓળખી શકે.આ પેટા ચુંટણીમાં પણ 9 જેટલા અપક્ષ ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે. જોકે તેઓનું અગાઉથી ચિન્હ નક્કી ન હોવાથી ચૂંટણી વિભાગ ધ્વારા નક્કી કરાયેલ ચિન્હ પૈકીના ચુનાવ ચિન્હ તેઓએ પસંદગી કરી હતી. જે પસંદગીના ચિન્હ ઉમેદવારને ફાળવામાં આવ્યા છે. આ વખતે અપક્ષ ઉમેદવારને ક્રિકેટ રમતા બેટસમેન,પ્રેશર કુકર,જેવા અલગ ચિન્હ ફાળવણી કરવામાં આવી છે.આગામી પેટા ચૂંટણી આ ઉમેદવાર પોતાના મત ચિન્હ પર લોકોને મતદાન કરવા અપીલ કરશે.

- text

કેવી રીતે ચિન્હ નક્કી થાય છે

ચૂંટણી આયોગ દ્વારા અપક્ષ ઉમેદવાર માટે અગાઉથી જ મત ચિન્હ નક્કી કરી તેની યાદી મુકવામાં આવે છે જયારે ઉમેદવાર ફોર્મ ભરવા આવે ત્યાંરે આ નક્કી થયેલા ચિન્હ પૈકી ત્રણ ચિન્હ પસંદ કરવા જણાવવામાં આવે છે. ત્રણ પૈકી જે ચિન્હ પ્રથમ ઉમેદવાર પસંદ કરે તેમને ફાળવી દેવામાં આવે છે. જો કોઈ બે કે તેથી વધુ વ્યકિત એક પ્રકારનું ચિહ્ન પસંદ કર્યું હોય તો તે પહેલાં નિશાન પસંદ કરનારને પ્રાથમિકતા મળે છે. જ્યારે બીજા ઉમેદવારને પસંદ કરેલા ત્રણ પૈકી બીજા મત ચિન્હ આપવામાં આવે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text