હડમતીયા : ખેડૂતોને રવિ પાક માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી આપવા અને પીયત દરમાં વધારો ન કરવા રજૂઆત

- text


હડમતીયા : મચ્છુ-1 સિંચાઇ યોજનામાંથી રવિ પાક માટે ખેડુતોને પાણી આપવા તથા પીયત દરનો વધારો નહી કરવા બાબતે હડમતીયા સિંચાઈ સહકારી મંડળી દ્વારા મચ્છુ-1 જળસિંચન યોજનાના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવ્યું છે કે મચ્છુ-1 ડેમના, સેકશન-2 (હડમતીયા) હેઠળ 14 ગામો આવે છે. તો દિવાળી પછી રવિ પાકો માટે ખેડૂતોને ઉભા પાક અને રવિ સિઝનના નવા વાવેતર થતાં ઘઉં, રાયડો, જીરૂ વગેરે નવા વાવેતર માટે ખેડૂતોને પાણીની જરૂરીયાત પડશે? તો આગોતરા આયોજન માટે દિવાળી પહેલા, ચાલુ વર્ષે આ વિસ્તારમાં વધારે વરસાદના કારણે કેનાલનું રીપેરીંગ કામ સવારે પૂર્ણ કરીને, દિવાળી પછી તુરંત રવિ પાકો માટે ખેડૂતોને કેનાલના પાણીની જરુરીયાત પડશે, તો પાણીની વ્યવસ્થાપક સમિતિની મીટીંગ નાના જડેશ્વર મુકામે બોલાવીને, મીટીંગમાં ચર્ચા થાય તે મુજબ અને કેટલા દિવસ પછી અને કઇ તારીખથી ખેડૂતોને પાક માટે પાણીની જરૂરીયાત છે.

ચાલુ વર્ષે 45 થી 55 ઇંચ વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નૂકસાન થયેલ છે. તો ચાલુ વર્ષે પીયત દરનો વધારો નહીં કરવા પણ ખેડૂતોની ખાસ માંગણી છે. તે મુજબ પાણી માટેના પિયત દર અને પાણી માટેના ફોર્મ દિવાળી પહેલા ભરાઇ જાય તો સીધુ પાણી છોડી શકાય અને ત્યારે કામ કરતાં કર્મચારીઓનો અને ખેડૂતો પણ ખેતીકામમાં રોકાયેલા હોય તેમનો સમય પણ બચે.

- text

આ ઉપરાંત, મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડ્યા પછી, સેકશન-2માં પાણી 20 દિવસ મોડૂ પહોચેં છે અને નવા વાવેતર થયેલ હોય, ખેડૂતોને પાણી મોડૂ મળવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો શરૂઆતથી જ સેકશન-2માં ખેડૂતોની માંગણી મુજબ પાણી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવા ખાસ માંગણી છે. આ માટે ખેડૂતોનો જરૂરી સહકાર મળશે. તેમ પણ લેખિત રજુઆતમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text