ઈલેક્શન અપડેટ : રૂ. 10 લાખથી વધુ રોકડ રકમની હેરાફેરી પર પ્રતિબંધ, રોકડના પુરાવા જરૂરી

- text


ઉમેદવારને પણ રૂ. 15 હજારથી વધુ રોકડ અને રૂ. 10 હજારથી વધુ પ્રચાર સામગ્રીની હેરાફેરી પણ પ્રતિબંધ મુકાયો

મોરબી : મોરબીમા આગામી 3 નવેમ્બરના રોજ મોરબી માળીયા વિધાનસભાની ખાલી બેઠક માટે મતદાન થવાનું છે. મતદાન નિષ્પક્ષ અને લોકો લોભ-લાલચમાં આવ્યા વિના પોતાની મરજીથી પસંદગીના ઉમેદવારને મત આપી શકે તે માટે ચૂંટણી આયોગ દ્વારા ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ મુક્યું છે. તેમજ અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા પણ મતદારોને રોકડ રકમની લાલચ આપી મતદાન સમયે પ્રભાવિત ન થઈ શકે તે માટે જરૂરી પગલાં ભર્યા છે. મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર ખર્ચ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ માટે ચૂંટણી આયોગે ખર્ચ ઓબ્ઝરવર તરીકે ભરત આર. અંધાલેની નિમણુંક કરવામાં આવી છે.

આજે ખર્ચ ઓબ્જેરવર દ્વારા રાજકીય પક્ષ અપક્ષ ઉમેદવાર અને પત્રકારો નોડલ ઓફિસર સહિતના સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી દરમિયાન તેંમના દ્વારા ઉમેદવાર દ્વારા ચૂંટણી પર થતા ખર્ચ અંગે દેખરેખ રાખવાંમાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ઉમેદવાર કે તેના એજન્ટ વાહનમાં પોતાની સાથે 15 હજાર કે તેથી વધુ રકમની હેરફેરી નહિ કરી શકે. ચુંટણી દરમિયાન કેમ્પઇન માટે પણ લઈ જવામાં આવતી સામગ્રી 10 હજારથી વધુ રકમની લઈ શકશે નહીં. એક ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે 28 લાખ જેટલી રકમ ખર્ચી શકશે. તેથી, વધુ રકમના ખર્ચ પર જરૂરી કાર્યવાહી થશે. જો કે નેશનલ પાર્ટી પોતાના સ્ટાર કેમ્પઇન દ્વારા જે ખર્ચ કરાશે, તે પાર્ટીના ખર્ચમાં ગણવામાં આવશે. જો કે તે સ્ટાર કેમ્પઇનર ઉમેદવારનું નામ નહિ લઈ શકે.

આ દરમિયાન તેઓએ સામાન્ય લોકો માટે પણ રોકડ રકમની હેરાફેરી બાબતે પણ સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી સાથે સાથે હાલ તહેવાર અને ખેત પેદાશ વેચાણનો પણ સમય ચાલતો હોય છે. જેથી સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે એક સાથે 10 લાખથી વધુ રકમની હેરફેર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અને તેથી નીચેની રકમ કે જે કોઈ વ્યવસાય માટે લીધી હોય અથવા ખેડૂત દ્વારા તેનો માલ વેચી વેપારી પાસેથી મેળવી હોય તેમજ તહેવારોમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવામાં આવે અને તે લઇને જતા હોય તો તેની પાકી રસીદ સાથે રાખવી જરૂરી છે.

- text

ખર્ચ ઓબ્ઝરવરની 6 સ્ટેટટિક્સ ટિમ અને 6 ફલાઈગ સ્કોડ ટીમ રાઉન્ડ ક્લોક અલગ અલગ વિસ્તારમાં ચેકિગ કરી રહી છે. ઓબ્ઝરવર્સ દ્વારા હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ સોશ્યલ ડિસ્ટન્સ સાથે તેની ટિમ ચકાસણી કરશે. અને લોકો પણ પૂરતો સહકાર આપે તેવી અપીલ કરી હતી. તેઓએ ચૂંટણી ખર્ચ લગતી કોઈ પણ ફરિયાદ માટે તેઓના રૂબરૂ ફોન પર અથવા સી વિઝીલ એપ્લિકેશનમાં ફરિયાદ કરવા સુચન કર્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text