કપાસ, કોટનના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ: એલચીમાં નરમાઈ: સીપીઓ, મેન્થા તેલમાં સુધારો

- text


સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૦૬.૭૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૨,૦૨૦ સોદામાં રૂ.૧૩,૩૪૦.૪૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મામૂલી વધઘટ સાથે મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીના વાયદા વધી આવ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા, જ્યારે એલચીમાં નરમાઈ સામે સીપીઓ અને મેન્થા તેલમાં સુધારો હતો.

દરમિયાન, ઈન્ડેક્સ ફ્યુચર્સમાં જોઈએ તો બુલડેક્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૫૩૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૬૦૦ અને નીચામાં ૧૫,૪૯૯ના મથાળે અથડાઈ ૧૦૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૨૧ પોઈન્ટ વધી ૧૫,૫૮૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૦૩૪ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૨,૧૨૧ અને નીચામાં ૧૨,૦૧૦ના સ્તરને સ્પર્શી, ૧૧૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૬૭ પોઈન્ટ વધી ૧૨,૧૦૧ના સ્તરે સાંજે પાંચ વાગ્યે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં રૂ.૮૯.૬૨ કરોડ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં રૂ.૪૦.૦૧ કરોડનાં અનુક્રમે ૧,૧૫૩ લોટ્સ અને ૬૬૪ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૨૩૮૦ સોદાઓમાં રૂ.૬૪૦૪.૩૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૭૫૦ અને નીચામાં રૂ.૫૦૪૯૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪ વધીને રૂ.૫૦૭૧૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૬૪૯ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૧૭ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬ ઘટીને બંધમાં રૂ.૫૦૭૪૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૦૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૫૭૫ અને નીચામાં રૂ.૬૧૬૬૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૪ વધીને રૂ.૬૨૩૮૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૨૯૪ વધીને રૂ.૬૨૩૮૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૨૯૩ વધીને રૂ.૬૨૩૮૫ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૨૬૮૫ સોદાઓમાં રૂ.૩૩૦૩.૯૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૦૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૪૨ અને નીચામાં રૂ.૨૯૯૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ વધીને રૂ.૩૦૩૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૧૩૨ સોદાઓમાં કુલ રૂ.૧૯૭.૯૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯૩૦ અને નીચામાં રૂ.૧૯૭૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ વધીને રૂ.૧૯૯૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૮૪.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ વધીને બંધમાં રૂ.૭૮૬.૧ ના ભાવ હતા, જ્યારે એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૫૦ ખૂલી, અંતે રૂ.૧૭.૫ ઘટીને રૂ.૧૪૫૦ થયો હતો. મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૩૯.૪ અને નીચામાં રૂ.૯૩૨.૭ રહી, અંતે રૂ.૯૩૭.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૨૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨૭.૫ અને નીચામાં રૂ.૧૧૧૬ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૫૦ વધીને રૂ.૧૧૨૭ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૮૬૮૨ સોદાઓમાં કુલ રૂ.૩૨૪૯.૪૧ કરોડ ની કીમતનાં ૬૪૧૯.૫૭૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૩૬૯૮ સોદાઓમાં કુલ રૂ.૩૧૫૪.૯૬ કરોડની કીમતનાં ૫૦૭.૮૬૫ ટન, ક્રૂડ તેલમાં ૧૮૯૬૦ સોદાઓમાં રૂ.૮૫૨.૮૨ કરોડનાં ૨૮૨૭૭૦૦ બેરલ્સ, કોટનમાં ૩૩૪ સોદાઓમાં રૂ.૨૧.૦૧ કરોડનાં ૧૦૫૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૭૧૭ સોદાઓમાં રૂ.૧૭૧.૪૮ કરોડનાં ૨૧૯૨૦ ટન, એલચીમાં ૧ સોદાઓમાં રૂ.૧.૪૫ લાખનાં ૦.૧ ટન, મેન્થા તેલમાં ૪૫ સોદાઓમાં રૂ.૪.૫૬ કરોડનાં ૪૮.૬ ટન, કપાસમાં ૩૫ સોદાઓમાં રૂ.૮૩.૦૪ લાખનાં ૧૪૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૦૧.૦૮૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૦૫.૭૬ ટન, ક્રૂડ તેલમાં ૩૫૦૭ બેરલ્સ, કોટનમાં ૩૧૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૬૮૪૩૦ ટન, એલચીમાં ૦.૩ ટન, મેન્થા તેલમાં ૧૬૦.૯૨ ટન અને કપાસમાં ૪૨૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૪૦ અને નીચામાં રૂ.૭૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૧૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૪.૫ અને નીચામાં રૂ.૮૩૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૪ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૦૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૫૩ અને નીચામાં રૂ.૭૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૮૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૧૧.૫ અને નીચામાં રૂ.૧૫૨૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૬૬ બંધ રહ્યો હતો.
તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪.૪ ખૂલી, ઊપરમાં રૂ.૪.૪ અને નીચામાં રૂ.૪.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૪ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫ અને નીચામાં રૂ.૧૫૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૪.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૦ અને નીચામાં રૂ.૧૫૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૮.૧ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text