સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એક ટ્રકચાલક ઈજાગ્રસ્ત

માળીયા (મી.) : માળીયા (મી.)માં સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકચાલક ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકચાલકને ઇજા પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર માળીયા (મી.) સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ટ્રક વચ્ચે અકસ્માતના કારણે એક-દોઢ કલાક સુધી રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બનાવની જાણ થતા સુરજબારી ટોલનાકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate