મોરબીમાં શંભુનાથ મહારાજની ઉપસ્થિતિમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું વિજયવ્રતી સંમેલન યોજાયું

 

બહોળી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરોએ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયી બનાવવા સંકલ્પ લીધા

મોરબી : મોરબીના શ્રીજી હોલ ખાતે ૨૦૨૦ની પેટાચૂંટણીના ૬૫-મોરબી માળીયાના ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજાના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા શંભુનાથ મહારાજની ઉપસ્થિતિમાં વીજયવ્રતિ સંમેલન યોજાયું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના પુર્વ સાંસદ અને સંત સવૈયાનાથ સમાધી સ્થાન ઝાંઝરકાના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શંભુપ્રસાદજી ટુંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલનમા કચ્છ- મોરબીના સાંસદ વીનોદભાઇ ચાવડા, પ્રદેશ મહામંત્રી અને ડો. આંબેડકર અંત્યોદય વીકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય મનહરભાઇ ઝાલા, ભાનુબેન બાબરીયા, મેઘજીભાઇ ચાવડા, પ્રદેશ મંત્રી ડો. આનંદ મકવાણા, સંજય લેઉવા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતી મોરચાના પ્રમુખ વીઠલભાઇ ચાવડા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, પ્રભારી રસીકભાઇ વોરા, ભાજપ મહીલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, વાંકાનેર નગરપતિ રમેશભાઇ વોરા, રાજકોટ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ હંસાબેન પારઘી, રાજકોટના કોર્પોરેટર શામજીભાઇ ચાવડા, અનીલભાઇ મકવાણા, મોરબી કાઉન્સિલર ગૌતમ સોલંકી, મનુભાઇ સારેસા, ભાનુબેન નગવાડીયા, વાંકાનેર કાઉન્સિલર મનુભાઇ, મોરબી જીલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં બહોળી સંખ્યા અનુસૂચિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ પુજ્ય શંભુનાથબાપુએ ચુંટણી માટે માઈક્રો પ્લાનીંગ કરીને સૌ આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજાનુ સ્વાગત સન્માન કરી જંગી બહુમતી સાથે વીજયના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.