મકનસર સબસ્ટેશનમાંથી આવતીકાલ મંગળવારે પાવર સપ્લાય બંધ રહેશે

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં આવતીકાલ તા. 20ના રોજ મંગળવારે પાવર સપ્લાય બંધ રહેશે. 66 KV મકનસર (ધુવા-2) સબસ્ટેશનમાં અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી સબસ્ટેશનમાંથી નીકળતા 11 KV ફીડરો પરથી ગ્રાહકોને તા. 20ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ પૂરું થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની ગ્રાહકોએ નોંધ લેવા GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)એ યાદીમાં જણાવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate