પીપળીયા ચાર રસ્તે માળીયા તાલુકાના ભાજપ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું

- text


સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિત અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં રવિવારથી કાર્યાલય ધમધમ્યુ

મોરબી : વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપે તમામ 8 બેઠકો પર પોતાનું સમગ્ર જોર લગાવી દીધું છે. ત્યારે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટે રવિવારનો દિવસ ખાસ મહત્વનો રહ્યો હતો. ખાસ કરીને રવિવારે ભાજપે સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો સહિત સ્થાનીય નેતાઓ સાથે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા નેતાઓને પણ ગ્રાઉન્ડમાં ઉતાર્યા હતા.

રવિવારે માળીયા તાલુકામાં ચૂંટણીકાર્ય સંકલન માટે પીપળીયા ચાર રસ્તા ખાતે ભાજપના ચૂંટણી કાર્યલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોહનભાઇ કુંડારીયા, ભરતભાઇ બોધરા, મગનભાઈ વડાવીયા, બ્રિજેશભાઈ મેરજા, જ્યૂભા જાડેજા, રમેશભાઈ રાઠોડ, મણિલાલ સરડવા, કિશોરભાઈ ચીખલીયા, ડી.ડી. જાડેજા, બાબુભાઇ હૂંબલ, શિરીષભાઈ કાવર, મનીષભાઈ કાંજીયા, જ્યંતીભાઈ સાણજા અને જયદીપભાઈ સંઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી વિસ્તારને માળીયા સાથે ચૂંટણી પ્રચાર સંદર્ભે જોડવા અને બન્ને વિસ્તારોનું સમાયોજન, સંકલન વ્યવસ્થિત રીતે થાય એ માટે પીપળીયા ચાર રસ્તા સ્થિત કાર્યાલય મહત્વની ભૂમિકા ભજવશે એવું એક સ્થાનીય નેતાએ જણાવ્યું હતું. તેમજ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાનોએ મોરબી બેઠક કબજે કરવા કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. જેને હાજર કાર્યકરોએ વધાવી લીધી હતી.

- text

- text