મોરબીમાં મંગળવારે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સંસ્થાન દ્વારા માસ્ક અને સેનેટાઇઝરનું રાહતદરે વેચાણ

- text


મોરબી : આજે તા. ૧૮ના રોજ ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સંસ્થાન – મોરબી દ્વારા વાત્સલય ટ્રસ્ટ – રાજકોટના સહયોગથી મોરબીમાં કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે તદ્દન વ્યાજબી અને રાહતદરે N-95 માસ્ક રૂ. 10 તથા સેનીટાઈઝર રૂ. 20મા જાહેર જનતાને પ્રદાન કરવા નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટીના નાકા પર પંચમુખી હનુમાન મંદિર પાસે કેમ્પનું આયોજન કરી વિતરણ કરવામાં આવેલ છે. જેમાં ૧૦૦૦ જેટલા માસ્ક અને સેનીટાઈઝર વિતરણ થયેલ છે. જો કે વરસાદના કારણે વિતરણ વહેલા બંધ કરવાની ફરજ પડેલ હતી.

આથી, ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સંસ્થાન – મોરબી દ્વારા ફરીથી આવો જ એક કેમ્પ તા. ૨૦/૧૦/૨૦ ના રોજ સવારે ૯/૦૦ વાગે સામા કાંઠે, ગેંડા સર્કલ ખાતે યોજવા નિર્ણય કરેલ છે. તો તેમાં આયોજકો દ્વારા મોરબીની જનતાને આવવા આમંત્રણ આપવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.નં. ૯૭૨૬૫ ૦૧૮૧૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text