મોરબી : મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ ફરીથી ઓવરફ્લો થયેલ છે. ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે અને ડેમનો 1 દરવાજો 1 ફુટ આજે સવારે 10 કલાકે ખોલવામાં આવેલ છે. તો ડેમની હેઠવાસમાં આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા ડેમના ફોકલ ઓફિસર તરફથી સુચના આપવામાં આવેલ છે. મચ્છુ-2 ડેમમાં 646 કયુસેકના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી 646 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવેલ છે.

મચ્છુ-2 હેઠળના મોરબી તાલુકાના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર તેમજ માળીયા મીયાણા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ માળીયા-મીયાણા, મેધપર, નવા ગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર તથા અમરનગર ગામને ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત, મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઈ યોજનામાં રુલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયેલ છે. તેમજ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. તો સિંચાઈ યોજનાની નીચાણવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે.

મચ્છુ-3 નીચાણવાસના મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, સોખડા, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ તેમજ માળિયા (મી.) તાલુકાના દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, ફતેપર, વિરવદરકા, રાસંગપર તથા માળિયા (મીં.) ગામને ચેતવણી આપવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate