ઉપરવાસમાં વરસાદને પગલે મોરબીના મચ્છુ-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો

- text


મોરબી : મોરબી પંથકમાં રવિવારે સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ મુસળધાર કમોસમી વરસાદ પડ્યો હતો. ચોમાસાની સીઝનના અંતે આવી પડેલી આકાશી આફતથી ઠેરઠેર નુકસાની અહેવાલ મળ્યા હતા. ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે મચ્છુ -1 ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે મોરબીના મચ્છુ 2 ડેમમાં ઉપરવાસમાં વરસાદને પગલે 646 ક્યુસેક પાણીની આવક થઈ છે. જો કે મચ્છુ 2 ડેમ પહેલેથી છલોછલ ભરેલો હોવાથી આજે નવી આવક થયેલ 646 ક્યુસેક પાણીને છોડવામાં આવ્યું છે. એટલે પાણીની જેટલી આવક થઈ હતી એટલી જ જાવક થઈ છે અને પાણીની વધુ આવકને પગલે આજે સવારે 10 વાગ્યે મચ્છુ-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાવામાં આવ્યો છે. તેમ ડેમના અધિકારીઓએ જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text