પક્ષીઓ પ્રત્યે સેવાનો અતિરેક પણ અવિવેક : પક્ષીઓના હિત માટે જરૂર પૂરતું જ ચણ નાખવા અપીલ

- text


મોરબી : મોરબીમાં અનેક સ્થળોએ અને વિશેષ કરીને શંકર આશ્રમનાં અંદરના ચોગાનમાં પંખીપ્રેમી અને જીવદયા પ્રેમીઓ અતિ ઉત્સાહમાં ચણ અને પક્ષીઓ માટેના અન્ય ખોરાક /મીઠાઈ વગેરે ખુબ મોટી માત્રામાં દરરોજ નાંખે છે. ત્યારે લાંબો સમય આ રીતે ચણ જેવો ખોરાક પડ્યો રહેવાથી વાતાવરણના ભેજ અને ધૂળ વગેરે ભળીને એ વાસી ખોરાક ખાવાથી પંખીઓ પણ માંદા પડે અને અમુક સમયે આ પ્રકારે વેરી દેવાયેલો ખોરાક પંખી ન ખાય અને છેવટે વાળીને ફેંકી દેવો પડે. આમ, ચણનો બગાડ થતો અટકાવવા અને પંખીઓને માંદા પડતા બચાવવા માટે આ રીતે અતિરેક ન થાય અને જરૂર પૂરતો જ ખોરાક ગ્રાઉન્ડમાં કે ચબુતરામાં નાંખવામાં આવે એવી સૌ જીવદયા પ્રેમીઓને એક પર્યાવરણપ્રેમીની અપીલ છે. તેમ મોરબીના પર્યાવરણ પ્રેમી અને ખિસકોલીવાળા તરીકે જાણીતા જીતુભાઇ ઠક્કરએ યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text