ઈલેક્શન અપડેટ : ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વરને સર્કિટ હાઉસ ખાતે મળી શકાશે

- text


ખર્ચ ઓબ્ઝર્વર ભરત આર. અંધાલેના મોબાઇલ નંબર (મો. ૬૩૫૨૫ ૭૯૧૩૪) પર સંપર્ક કરી શકાશે

મોરબી : મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી અર્થે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો તથા પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવતી હોય છે. આ અનુસંધાને ૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે ખર્ચ ઓબઝર્વર તરીકે ભરત આર. અંધાલે, IRS (મો. ૬૩૫૨૫ ૭૯૧૩૪)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓના લાયઝન અધિકારી તરીકે મોરબી જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ધમેન્‍દ્ર માલવનીયા (મો. ૯૯૦૯૯ ૫૭૮૩૨)ની નિમણૂંક કરવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખર્ચ ઓબ્ઝર્વર ભરત આર. અંધાલે, IRS (મો. ૬૩૫૨૫ ૭૯૧૩૪)ને મોરબી સરકીટ હાઉસના કોન્‍ફરન્‍સ હોલ ખાતે ખાતે બપોરે ૧-૦૦ થી ૨-૦૦ વાગ્યા સુધી મળી શકાશે. આ સમય સિવાય કોઇને પણ મળવાનું થાય તો મોરબી વિધાનસભાની ચૂંટણી માટે નિયુક્ત ખર્ચ ઓબઝર્વર તરીકે ભરત આર. અંધાલે, IRS ના લાયઝન અધિકારી મોરબી જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ધમેન્‍દ્ર માલવનીયા (મો. ૯૯૦૯૯ ૫૭૮૩૨)નો સંપર્ક કરવાનો રહેશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text