હળવદના મહર્ષિ ગુરૂકુલના 3 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષામાં 500થી વધુ માર્કસ મેળવી મેદાન માર્યું

- text


હળવદ : ધો.-12 સાયન્સના અભ્યાસ બાદ મેડીકલમાં પ્રવેશ લેવા માટેની પરીક્ષા એટલે NEET. જેનું તાજેતરમાં પરીણામ જાહેર થયું છે. જેમાં હળવદના મહર્ષિ ગુરૂકુલના વિદ્યાર્થીઓ ફરી મેદાન મારી ગયા છે. પરીક્ષાના તમામ ફોરમેટમાં એટલે કે બોર્ડ પરીક્ષા, JEE પરીક્ષા, ગુજકેટ પરીક્ષા ત્યારબાદ NEETની પરીક્ષામાં પણ ગુરૂકુલના તારલાઓએ પ્રથમ સ્થાન પામેલ છે. NEET-2020 પરીણામમાં 720 માર્ક્સમાંથી કણસાગરા અવનીએ 591, ઝાલા ક્રિપાલએ 570, પટેલ ટ્વિકંલએ 507 મેળવી ઉત્તમ પરીણામ લાવ્યું છે. આ તમામ સિતારાઓને તેના માતા-પિતા-ગુરૂજનો અને સંસ્થાના વડા રજનીભાઈ સંઘાણીએ ખુબ-ખુબ અભિનંદન પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text