મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાને કોંગ્રેસ પક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

 

મોરબી : મોરબીમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી છે.આવા સમયે પક્ષને સાથ આપવાને બદલે મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને 8 કાઉન્સીલર સાથે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં ભળી ગયા હતા. આ અંગે પ્રદેશ કક્ષાએ સંદેશ મળતા પ્રદેશ મંડળ લાલઘૂમ થઈ ગયું હતું.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશથી પાલિકા પ્રમુખને વિધાનસભા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. જે અંગેની જાણ કરતો પત્ર પાલીકા પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાને મળ્યો છે.