મોરબી : રંગપર રોડ પર ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનચાલકો અટવાયા

મોરબી : મોરબીના સીરામીક ઝોનમાં ખરાબ રસ્તાઓ અને ભારે વાહનોના કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. ત્યારે આજે રવિવારે સાંજે ભારે વરસાદ બાદ સીરામીક ઝોનમાં રંગપર રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં રંગપર બેલા ગામ વચ્ચે ટ્રાફિકજામના કારણે બંને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ ટ્રાફિકજામ કલાકો સુધી રહેતા ફેકટરીઓએથી ઘરે જતા કામદારો અને માલિકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા.