મોરબી : રામધન આશ્રમના રામદેવપીર અને ઉમિયા મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનની છૂટ

મોરબી : આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી શનિવારથી શરૂ થયું છે. કોરોના મહામારીને કારણે અનેક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે જોકે મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનની મંજૂરી હોવાથી મોરબીના રામધન આંશ્રમમાં આવેલા રામદેવપીર મંદિર અને ઉમિયા માતાજીના મંદિરમાં નવરાત્રી દરમિયાન મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને દર્શન કરી શકશે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે યજ્ઞ અને મહા આરતીનું આયોજન કરાયું છે. જોકે તેમાં પણ મર્યાદિત લોકો હાજર રહી ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.