હળવદમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળ્યો : સાવકી માતાએ જ બાળકને કેનાલમાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ

12 દિવસ પહેલા ગુમ થયેલા બાળકના અપહરણમાં તેની સાવકી માતાની શંકા આધારે પોલીસે સઘન પૂછપરછ કરતા આ મર્ડર મિસ્ટ્રી બહાર આવી : હાલ હળવદ પોલીસે હતભાગી બાળકના મૃતદેહની પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હળવદ : હળવદ શહેર ના મોરબી ચોકડી પર આવેલ વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિ નો દસ વર્ષનો પુત્ર ધ્રુવ ઉર્ફે કાનો તારીખ ૬ ના રોજ ગુમ થયો હોવાનું સામે આવ્યું હતું પોલીસે પ્રથમ તો નોંધ કર્યા બાદ બાળક નુ અપહરણ થયું હોવાની ફરિયાદ પણ નોંધી હતી પરંતુ આ બનાવમાં પોલીસને તેની સાવકી માતાની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસે જે તે સમયે સાવકી માતાને રાઉન્ડઅપ કરી આગવીઢબે પૂછપરછ હાથ ધરી હતી જેમાં આ બાળકને તેની સાવકી માતાએ જ ધાંગધ્રા બ્રાંચ ની નર્મદા કેનાલમાં ફેંકી દીધો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપતા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રથમ તો ધાંગધ્રા ની નર્મદા કેનાલ બંધ કરાવી તેમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આજે આખરે ૧૨ દિવસના અંતે બાળકની લાશ કેનાલમાંથી મળી આવી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી ચોકડી પર વિશાલ પેકેજીંગ માં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિ ને સંતાનમાં બે પુત્ર હોય જેમાં એક મોટો ધ્રુવ ઉર્ફે કાનો તારીખ ૬ ના રોજ ગુમ થયો હતો જેથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી પોલીસ દ્વારા પણ આ બનાવમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં આ બનાવમાં બાળકની સાવકી માતાની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તેને રાઉન્ડઅપ કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે બાળકની સાવકી માતાએ પોતાનું પાપ કબૂલ્યું હતું અને આ બાળકને કંસારી હનુમાનજી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં ધક્કો મારી નાખી દીધો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે પ્રથમ તો નર્મદા કેનાલ બંધ કરાવી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી અને આજે આખરે બારમા દિવશે બાળકની લાશ કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવી છે પોલીસ દ્વારા હાલ તો બાળકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.