મોરબી-માળીયામાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટા પડ્યા

- text


ખતરોમાં ઉભા અને તૈયાર પાકને મોટી નુકશાનીની ભીતિ : વરસાદના પગલે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

મોરબી : હવામાન વિભાગ દ્વારા તા.16થી 19 દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછોતરા વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને આગાહી સાચી ઠરી હતી અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે પવન સાથે મોરબી વાકાનેર અને હળવદ પંથકના અનેક વિસ્તારોમાં હડવો વરસાદ પડ્યો હતો. રવિવારે વહેલી સવારે ફરી મેઘરાજાએ દસ્તક દીધી હતી અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અચાનક થયેલા વરસાદને પગલે મોરબી શહેરમાં તમામ રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. શહેરના શાક માર્કેટ વિસ્તાર, રવાપર રોડ, માધાપર વિસ્તાર, નેહરુગેટ ચોક, પરાબજાર ગાંધીચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.

જયારે આ વરસાદથી ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ સમાન થઇ ગઈ છે. આ કમૌસમી વરસાદથી ખેતરોમાં ઉભા અને તૈયાર પડેલા પાકને મોટી નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. જયારે મોરબી અને આસપાસના વિસ્તારોમાં થયેલા વરસાદની મોરબી પાલિકા કે જિલ્લા કન્ટ્રોલમાં કોઈ નોધ કરવામાં આવી ન હતી.

- text

- text