સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના ભાજપના નેતાઓએ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રુપ મિટિંગો શરુ કરી

માળીયા તાલુકાના ખેડૂત અગ્રણીઓ, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો સહિત ગ્રામજનોને બહોળી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ

મોરબી : શુક્રવાર અને શનિવારના દિવસ દરમ્યાન વિધાનસભાની માળીયા-મોરબી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રચાર અર્થે સાંસદ, સહિતના આગેવાનોએ માળીયા પંથકના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો.

આ પ્રવાસ દરમ્યાન લક્ષ્મીવાસ, વવાણીયા, મોટા દહીંસરા, ખીરસરા, બોડકી, વર્ષામેડી, કુંતાષી, નાના દહીંસરા સહિતના ગામોને આવરીને ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપનો જનાધાર મજબૂત કરવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, ભાજપ અગ્રણી જ્યૂભા જાડેજા, મણિલાલ સરડવા, શિરીષ કાવર, જેશંગભાઈ હૂંબલ, રમેશભાઈ રાઠોડ, મનીષભાઈ કાંજીયા, જયંતીભાઈ સાણજા, નારણભાઇ સોઢીયા, અરજણભાઈ હૂંબલ, દેવાભાઇ અવાડીયા, ડી.ડી. જાડેજા, જયદીપ સંઘાણી, જનકસિંહ જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા. ગ્રામ્ય કક્ષાએ નાની નાની ચોરા બેઠકો થકી મતદારોને વ્યક્તિગત મળી તેઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. માળીયા મતદાન ક્ષેત્રમાં મોટેભાગે ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. ખેતી, મત્સ્ય ઉધોગ, સહિતના અસંગઠિત ક્ષેત્રોના વિકાસ માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને સંસદ મોહનભાઇ કુંડારીયાએ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી મોટી સંખ્યામાં મતદાન કરવાની હાંકલ કરી હતી.