માળિયાના હરિપર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત : એક ગંભીર

 

માળિયા : માળિયાના હરિપર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી છે. એક ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા ટ્રકે તેને ઠોકર મારી હતી. જેથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતા સૂરજબારી ટોલ પ્લાઝાની પેટ્રોલીંગ ટિમ તુરંત એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળે દોડી હતી. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઇવરને તુરંત હોસ્પિટલ લઈ જવાયો હતો.