મોરબીની નાલંદા વિદ્યાલયના 10 છાત્રોએ NEETમાં 600થી વધુ માર્ક્સ મેળવ્યા

- text


 

નાલંદા વિદ્યાલયનું NEET-2020 ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ

મોરબી : મોરબી જિલ્લો હવે ઇન્ડસ્ટ્રીયલ હબની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ નવા નવા કીર્તિમાંનો સ્થાપિત કરવામાં અગ્રેસર રહ્યો છે.શિક્ષણ ક્ષેત્રે મોરબીની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવવા પાછળ નામાંકિત શૈક્ષણિક સંકુલોનો અમૂલ્ય ફાળો રહ્યો છે તેમાંય ખાસ કરીને તબીબી અભ્યાસક્રમ માટે મહત્વની ગણાતી સફળતા મેળવવી બહુ જ કઠિન હોય છે. ત્યારે મોરબીની નાલંદા વિદ્યાલયના એક બે નહિ પણ 10 વિદ્યાર્થીઓએ 600 થી વધુ માર્ક્સ મેળવીને ઝળહળતી સિદ્ધિ મેળવીને મોરબીનું નામ માત્ર રાજ્યમાં જ નહિ બલ્કે પુરા દેશમાં ગુંજતું કરી દીધું છે.

- text

મોરબી નજીક વિરપર પાસે આવેલ નામાંકિત શૈક્ષણિક સંકુલ નાલંદા વિદ્યાલયએ તબીબી અભ્યાસ ક્રમ માટે મહત્વની ગણાતી NEET-2020ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે. જેમાં નાલંદા વિદ્યાલયના એક બે નહિ પણ 10 જેટલા વિદ્યાર્થીઓએ 600 થી વધુ માર્કેસે ઉત્તીર્ણ થયા છે. તે સમગ્ર મોરબી જિલ્લામાં માટે બહુ જ મોટી સિદ્ધિ છે. નાલંદા વિદ્યાલયનું નિટની પરીક્ષાનું પરિણામ જોઈએ તો આ સંસ્થાના વિદ્યાર્થીઓ પટેલ ઓજસ, કોરિંગા રિશીથ, દુધાગ્રા આર્યન, સંતોકી રિશીત, પાનસેરા ઉમંગ, ટિબડિયા હિમાંશુ, ધૂમલિયા તન્વી, વાલાણી કેવલ, માક્સણા મૌલિક, મકવાણા સમીરએ 600 થી વધુ માકર્સ સાથે ઝળહળતી સિદ્ધિ હાસિલ કરી છે. તેમજ ધોરીયાણી જય, પટેલ ધ્રુમીન, ચુડાસમા પ્રશાંત, પરેચા હિમાંશુ, પડસુબિયા બ્રિદા, ચીખલીયા દીપ,સાકરીયા કેવલ, મેણીયા વૈભવ, નગવાડિયા ફાલ્ગુની, દઢાણીયા દીપ, રૈયાણી આયુષ, વડસોલા ભવ્ય, મોવર તાહિર, બાદી રેનિસ, કારોરિયા નેન્સી, સુરાણી હર્ષ, સરડવા નીરવ, સેતા હર્ષ, પંચાસરા હેમંત, શેરસિયા મિત, ગાધે રાજ, રાંકજા કિશન, છુછર મિતએ નિટની પરીક્ષામાં 500 થી વધુ માર્ક્સ સાથે અને 27 વિદ્યાર્થીઓએ 400 થી વધુ માર્ક્સ મેળવીને અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી સ્કૂલ અને મોરબીનું નામ રોશન કર્યું છે.

નાલંદા વિદ્યાલયના સંચાલક હર્ષદભાઈ ગામી, જયેશભાઇ ગામીની સમગ્ર ટિમના સક્રિય પ્રયાસો અને વિદ્યાર્થીઓની આકરી મહેનત રંગ લાવી છે અને તબીબી ક્ષેત્રે મહત્વની ગણાતી નિટની પરીક્ષામાં નાલંદા વિદ્યાલયનું ઉજ્જવળ આવ્યું છે. નાલંદા વિદ્યાલયની આ સિદ્ધિ સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવ રૂપ છે.

- text