મોરબીમાં પેટા ચૂંટણીને ધ્યાને લઇ ઓબ્ઝર્વરે તમામ નોડલ ઓફિસર સાથે બેઠક યોજી

 કોરોનાની પરિસ્થિતિમાં મતદાતાઓને આપવાની સુવિધા,કાયદો વ્યવસ્થા જાળવવા સુચના આપી

મોરબી : મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઇ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નિરીક્ષણ માટે જનરલ ઓબઝર્વર તરીકે ડૉ. હરીઓમ, IAS ની નિમણૂંક કરી છે જેઓએ આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ કામગીરી સંભાળતા નોડેલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી .આ બેઠકમાં જનરલ ઓબઝર્વર ડૉ. હરીઓમ દ્વારા તમામ નોડેલ અધિકારીઓ પાસેથી ચૂંટણીને અનુલક્ષીને અત્યાર સુધી કરેલ કામગીરીની જાણકારી મેળવી હતી.

સમગ્ર વિધાનસભા બેઠકની કાયદો અને વ્યવસ્થા અને ચૂંટણી દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના પર ભાર મુકી સુચનાઓ આપી હતી.ચૂંટણી પ્રક્રિયાના સુક્ષ્મ બાબતોને પણ ધ્યાને લઇને કોઇપણ વાતની અવગણના ન કરવા અને ખાસ તકેદારી રાખવા પણ સુચના આપવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાતાઓની ફરિયાદોને લક્ષ્યમાં લઇને ત્વરીત કાર્યવાહી કરવા, ગેરકાયદેસરની પ્રવૃતિઓ પર રોક લગાવવા સાથે કોઇ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નોડેલ અધિકારીઓને તૈયાર રહેવા સુચનાઓ આપી હતીકોરોનાની પરિસ્થિતિમાં મતદાતાઓ જ્યારે મતદાન કરવા આવે છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પૂરતી તકેદારી લેવાઇ રહી છે.

મતદાન કરવા માટે આવનાર મતદાતાઓને પણ કોઇપણ પ્રકારનો ડર રાખવાની જરૂર ન હોવાનું બેઠક દરમિયાન જણાવાયું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને મતદાન કરતી વખતે હેન્‍ડ ગ્લોઝ, સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને ફેશસીલ્ડ, હેન્ડ ગ્લોઝ, સેનેટાઇઝર તેમજ માસ્ક સહિતની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ બેઠકમાં એક્ષ્પેન્ડીચર અને મોનીટરીંગ, મેનપાવર મેનેજમેન્ટ, લો એન્ડ ઓર્ડર, એમ.સી.સી., ઈ.વી.એમ.-વી.વી.પેટ મેનેજમેન્ટ, એમ.સી.એમ.સી. ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મટીરીયલ્સ મેનેજમેન્ટ, બેલેટ પેપર, સ્વીપ સહિતની વિવિધ કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી જનરલ ઓબઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઅને નોડેલ અધિકારી ખર્ચ મોનીટરીંગના પી.જે. ભગદેવ, જિલ્લા અધિક કલેક્ટર અને મેન પાવર મેનેજમેન્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થાના નોડેલ અધિકારી કેતન પી. જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને આચારસંહિતાના નોડેલ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટના નોડેલ અધિકારી જે.કે.કાપટેલ, ટ્રેનીંગ મેનેજમેન્ટના નોડેલ અધિકારી બી.એમ. સોલંકી, બેલેટ પેપરના નોડેલ અધિકારી એ.એન. ચૌધરી, સહાયક માહિતી નિયામક અને મીડિયાના નોડેલ અધિકારી ઘનશ્યામ પેડવા, હેલ્પલાઇન તથા ફરિયાદના નોડેલ અધિકારી આર.આર. શાહ, વેલફેરના નોડેલ અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, દિવ્યાંગ મતદારોના નોડેલ અધિકારી અનીલાબેન પીપળીયા, સ્થળાંતરીત મતદારોના નોડેલ અધિકારી ડી.જે. મહેતા સહિતના નોડેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate