અપહરણ-મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

મોરબી : મોરબી સીટી.બી.ડીવી. વિસ્તારમાં ઘાતક હથિયારોથી મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે.

મોરબી સીટી. બી. ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં અપહરણ, ઘાતક હથિયારોથી મારામારી કરવાના ગુન્હામાં સંડોવાયેલા 40 વર્ષીય સુરેશ ઉર્ફે સુરો અમરશીભાઈ સારલા રહે. ત્રાજપર ખારી પાસે, યોગીનગર સોસાયટી વાળા નામચીન શખ્સને પાસા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે. પાસાની કાર્યવાહીમાં પોલીસ હેડ. કોન્સ. ભૂપતસિંહ અજુભા, પો. કોન્સ. પ્રદીપસિંહ બહાદુરસિંહ, લોકરક્ષક મહેશભાઈ જેસંગભાઈ, સર્વેલન્સ સ્ક્વોડના પો.હેડ.કોન્સ. કિશોરદાન ગંભીરદાન, પો.કોન્સ. અંબાપ્રતાપસિંહ સહિતનો સ્ટાફ રોકાયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate