મોરબીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ : 2 ડમી સહિત વધારે ભરેલા 7 ફોર્મ રદ

સોમવારે ફોર્મ પાછા ખેંચી શકાશે : ત્યાર બસ સાચું ચિત્ર સ્પષ્ટ થશે

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસના મળી કુલ 2 ઉમેદવારોએ 27 ફોર્મ જમા કરાવ્યા હતા. આ ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમીયાન કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જયંતિ જેરાજનું ફોર્મ મંજુર થઈ ગયું હતું. જેથી તેના ડમી ઉમેદવાર નયન અધારાનું ફોર્મ રદ થયું હતું. આ જ પ્રમાણે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું મુખ્ય ઉમેદવારનું ફોર્મ મંજુર થઈ જતા તેના ડમી ઉમેદવાર ડાભી ગણેશનું ફોર્મ રદ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બ્રિજેશ ભાઈ દ્વારા ભરવામાં 4 પૈકી 3 અને જયંતિભાઇએ જમા કરાવેલ 2માંથી 1 ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર ચનાણી મુસા અભરામભાઈ દ્વારા ભરવામાં આવેલા બે ફોર્મમાંથી એક ફોર્મમાં દર્શાવેલ ટેકેદારો પૈકી એક ટેકેદાર કાલાવડ બેઠકના મતદાર હોવાથી તેમનું એક ફોર્મ રદ થયું હતું. આમ શનિવારે સાંજ સુધીમાં થયેલી ફોર્મ ચકાસણીમાં કુલ કોઈ ઉમેદવારના ફોર્મ રદ થયા નથી. માત્ર ડમી અને વધારાના 7 ફોર્મ રદ થયા હતા. હાલમાં કુલ 20 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. હવે સોમવારે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે અને સોમવારે સાંજે કેટલા ઉમેદવાર ફોર્મ ખેંચે છે ત્યારે બાદ નક્કી થશે કે ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર મેદાનમાં રેહશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate