મોરબી પાલિકા નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરશે

આજથી 31 ઓક્ટોબર સુધી તમામ શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને કચરાના ઢગલાની સઘન રીતે સફાઈ કરાશે

મોરબી : મોરબી નગરપાલિકાએ નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને શહેરને એકદમ સ્વચ્છ સુધડ બનાવવા માટે કમર કસી છે. શહેરના તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સફાઈ તથા કચરાના ઢગલાની સઘન સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ સફાઈ ઝુંબેશ આગામી તા.31 ઓક્ટોબર સુધી ચાલશે અને તમામ વિસ્તારોમાં પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સઘન સફાઈ કરીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે ત્યારે જોવાનું એ રહ્યું કે, દિવાળી સુધીમાં ખરેખર પાલિકાના દાવા મુજબ શહેર ગંદકી મુક્ત થશે કે કેમ ?

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને સેનિટેશન વિભાગ દ્વારા નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને આજે તા.17 થી 31 ઓક્ટોબર સુધીમાં શહેરને ગંદકી મુક્ત કરવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 17 ના રોજ જુના બસ સ્ટેશન, સાર્વજનિક સ્થળો, કુબેર નગર 1, 2, 3, વાવડી રોડ ,સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી આજુબાજુની શેરી ગલીઓ, તા.19 ના રોજ જાની શેરી, નાગનાથ શેરી, હનુમાનજી દેરી શેરી, દફ્તરી શેરી, મોચી શેરી, ખાખરેચી દરવાજા, કંસારા શેરી રિલીફ નગર, નાની મોટી માધાણી શેરી, ખત્રીવાડ, વાંકાનેર દરવાજા, દરબાર ગઢ અંદરની શેરી ગલીઓ, મકરાણી વાસ, વણકર વાસ, બોરીચા વાસ તા.20 ના રોજ ફૂલ ગલી, ઢાલગર શેરી ,કુબેરનાથ રોડ,ખાટકી વાસ ,બારસાખ રાજપૂત શેરી ,ગઢની રાંગ વિસ્તાર,ડાક શેરી, નગનાથ શેરી,ન્યુ રિલીફ નગર ,અરુણોદય નગર ,નાની મોટી પારેખ શેરી સહિતની ગ્રીન ચોક વિસ્તારની તમામ શેરી ગલીઓની સઘન સફાઈ કરાશે.

તા.21 ના રોજ લુહાર શેરી ,દરિયાલાલ પીરની શેરી,સરગિયા શેરી,કલાલ શેરી ,બુઢાબાવા શેરી, લખધીરવાસ, સિપાઈ વાસ ,ઝવેરી શેરી ,ભોંયવાડો,શિવા ડોકટરનો ખાંચો,રામજીયાણી શેરી,ઘાંચી શેરી ,જમાદાર શેરી ,ભવાની ચોક ,ગેબનશાહ પીરની દરગાહ, પોસ્ટ ઓફીસ પાછળનો ભાગ ,જન કલ્યાણ નગર ,વર્ધમાન નગર ,અનંત નગર ,તા.22 ના રોજ ખોજાખાન શેરી ,નવા ડેલા રોડ ,લુહાર શેરી ,નાની મોટી રાવલ શેરી ,કુંભાર શેરી ,કડીયા શેરી ,સાવસર પ્લોટ,ગાંધી ચોક,તખ્તસિંહજી રોડ ,સુધારા શેરી ,ખારાકુવા શેરી,હોસ્પિટલ ઝોન વિસ્તાર,રામકૃષ્ણ નગર તથા આજુબાજુનો વિસ્તાર ,તા.23 ના રોજ ઘાંચી શેરી ,ઈદ મસ્જિદ પાછળના ભાગે ,જુના એસટી ડેપો ,શક્તિ પ્લોટ ,કાયાજી પ્લોટ ,વિધુત નગર ,ગોપાલ સોસાયટી, તા.24 ના રોજ મહેન્દ્રપરા વિસ્તાર ,ભગવતી પરા,હાઉસિંગ બોર્ડ ,માધાપર ,શ્રીમદ સોસાયટી ,ઋષભ નગર ,કાલિકા. પ્લોટ ,દેવીપૂજક વાસ ,મફતીયાપરા,મહેન્દ્ર ડ્રાઈવ રોડ ,પાડાપુલ,મયુર પુલ સહિતના આજુબાજુના તમામ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે.

તા.26 ના રોજ શહેરની ઓપન તથા ભૂગર્ભ ગટરની તેમજ તમામ ઓવર હેડ ટેન્કની સફાઈ કરી દવા છટકાવ કરવો ,લીલાપર રોડ,શિવ સોસાયટી,વજેપર વિસ્તાર,તા.27 ના રોજ માધાપર, અંબિકા રોડ 1, 2 ,શાક માર્કેટ,સુરજબાગ વાળો ખાંચો ,જડેશ્વર રોડ ,રામાંપીરના મંદિર પાસે,માતમ ચોક ,અનુપમ સોસાયટી,ગુ.હ.બોર્ડ ,શનાળા રોડ તથા આજુબાજુનો વિસ્તાર ,તા.28 ના રોજ લાતી પ્લોટ ,જોન્સ નગર ,અયોધ્યા પુરી રોડ ,સો ઓરડી ,સ્ટેશન રોડ ,મુનનગર ,તા.29 ના રોજ ચિત્રકૂટ સિનેમા ,જુના મહાજન ચોક ,સાયન્ટિફિક રોડ,મંગલ ભુવન ,નાગર પ્લોટ ,ગેસ્ટ હાઉસ રોડ ,નટવર પાર્ક ,મહારાણા પ્રતાપ સોસાયટી,સિદ્ધાર્થ સોસાયટી, પૃથ્વીરાજ પ્લોટ વિસ્તાર,તા.30 ના રોજ ફૂલછાબ કોલોની ,મદીના સોસાયટી,સિડ ફોર્મ ,રોહિદસપરા, ભીમરાવ નગર,ભીમસર ,રવાપર રોડ તથા આજુબાજુનો વિસ્તાર,તા.31 ના રોજ વીસીપરા ,કુલી નગર ,વરીયા નગર ,ચામુંડા નગર ,વનાળિયા રોડ સહિતના તમામ વિસ્તારમાં સઘન સફાઈ કરાશે.સેનીટર ચીફ ઇન્સપેક્ટર કૃષ્ણસિંહ જાડેજાની દેખરેખ હેઠળ સેનિટેશન વિભાગના ચાર ઝોન ઇન્ચાર્જને આ કામગીરી સોંપી દેવામાં આવી છે.

ત્યારે પાલિકાની આ સફાઈ ઝુંબેશ જમીન પર થાય કે પછી માત્ર કાગળ પર ઝુંબેશ ચાલશે તે જોવાનું રહ્યું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate