મોરબી : નવયુગ વિદ્યાલયની ચાંદની ગોધાણીએ નીટમાં રચ્યો ઇતિહાસ

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયની ચાંદની ગોધાણીએ નીટમાં ઓલ ઇન્ડિયા લેવલે ઇતિહાસ રચ્યો છે. ચાંદનીએ 720માંથી 662 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા લેવલે 2010મો ક્રમ મેળવ્યો છે.

મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગોધાણી ચાંદની જગદીશભાઈએ પણ નિટની પરીક્ષામાં સફળતા મેળવી છે. ચાંદનીએ આ અંગે જણાવ્યું હતું કે તેને દસમા ધોરણમાં ઉચ્ચ પરિણામ મેળવયા બાદ મેડિકલ ક્ષેત્રમાં જવાનો નિર્ણય લીધો હતો અને તેમાટે 11માં સાયન્સ પ્રવાહમાં એડમિશન મેળવ્યુ હતું. ધો. 11 અને 12ની સાથે સાથે neet ની પણ તૈયારી શરૂ કરી હતી. જેના માટે 10 કલાકનો અભ્યાસ કર્યો હતો. તેમાં પણ ગોખણપટ્ટીના બદલે સમજણ પૂર્વકનું લેખન વાંચન વર્ગમાં નિયમિત અભ્યાસ તેનું રિવિઝન તમામ ટેસ્ટ અને તેનું મૂલ્યાંકન કર્યું હતું.

વર્ષની શરૂઆતથી જ નવયુગ સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી પી.ડી કાંજીયા અને શાળાના તમામ શિક્ષકો દ્વારા પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો. શિક્ષકોએ શાળાના અભ્યાસ દરમિયાન તેમજ કોરોના મહામારી સમયમાં પણ શાળા બંધ હતી. તેવા સમયે તમામ પ્રકારનું માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ પરિવારમાં પણ તેના મમ્મી-પપ્પા દ્વારા તમામ પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરી હતી. તેમજ અભ્યાસ દરમિયાન કોઈ ડિસ્ટર્બન્સ ન થાય તેની તકેદારી રાખતા અને જરુર પડ્યે સભ્યોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચાંદનીએ ભવિષ્યમાં એમબીબીએસ કરી એમડીમાં ન્યોરોલોજિસ્ટનું લક્ષ્ય નક્કી કર્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate