નાગલપર (અમરાપર) ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી : મોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 16ના રોજ મોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામમાં લવજીભાઇ પટેલ (થોરાળાવાળા)ના ખેતરથી દક્ષિણે આવેલ ખરાબામાં ગાંડાલાલ વેલજીભાઇ રૂદાતલા (ઉ.વ. 28) દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. પોલીસે રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે 400 (કિ.રૂ. 800) તથા ભઠ્ઠીના સાધનો બેરલ નંગ 2, બકડીયા નંગ 2, ગેસના ચુલા નંગ 2, ગેસનો બાટલો નંગ 1, નળીવાળી થાળી નંગ 2, ભઠ્ઠીના ટાંચણા નંગ 2 મળી કુલ કિં.રૂ. 1,420 તથા દેશી દારૂ આશરે લીટર 40 (કિં.રૂ. 800) મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 3020નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate