મંત્રી સૌરભ પટેલની હાજરીમાં સીરામીક ઉધોગકારો સાથેની બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝના સર્વાંગી વિકાસની ખાત્રી અપાઈ

પીપળી-જેતપર રોડ સ્થિત સીરામીક ઇન્ડસ્ટ્રીઝના ઉધોગકારો સાથે બેઠક યોજાઇ

મોરબી : જેના થકી મોરબી પુરા વિશ્વમાં પ્રખ્યાત છે એવા સીરામીક ઉદ્યોગ માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ઉધોગકારોની વિશાળ બેઠકમાં આજે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. પીપળી-જેતપર રોડ ખાતે આ વિસ્તારના સીરામીક ઉધોગકારોની અયોજીત થયેલી સીરામીક ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓની બેઠકમાં મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં ઉધોગકારો હાજર રહ્યા હતા.

વિશ્વમાં બીજા નંબરે આવતો મોરબીનો સીરામીક ઉધોગ વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આ ઉધોગ માટે ભૂતકાળમાં ઘણી વિષમ પરિસ્થિતિઓ આવી હતી. જો કે, સાહસિક ઉધોગકારોએ આમ છતાં વિકટ પરિસ્થિતિનો સામનો કરી આ ઉધોગને ધમધમતો રાખ્યો છે. ત્યારે સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઊંચી ઉડાન ભરી વિશ્વમાં મોખરાનું સ્થાન હાંસિલ કરે એ માટેનું વિઝન બ્રિજેશ મેરજાએ આજે એક બેઠકમાં રજૂ કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને યુવા ભાજપના જીગ્નેશ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં ઉપસ્થિત સીરામીક ઉધોગકારોએ મેરજાના વિચારો અને થનારી કામગીરીને લઈને ઉત્સાહજનક પ્રતિસાદ આપ્યો હતો. સીરામીક ઇન્ડસ્ટ્રીઝની આ ખાસ બેઠકમાં સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા, નિલેશભાઈ જેતપરીયા તથા વેલજીભાઈ ઉઘરેજા (બોસ ગ્રુપ), રાજુભાઈ ધમાસણા (ફેસ ગ્રુપ) સુખદેવભાઈ, અનિલભાઈ સુરાણી, જયેશભાઈ રંગપરીયા, મણિલાલ બાવરવા, જયદીપભાઇ વાસદડીયા સહિતના અગ્રણી ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate