માળીયા મી.: અપહરણના ગુન્હામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માળીયા મી. : આજથી ચાર માસ પૂર્વે માળીયા મી.ની પોલીસ સ્ટે. હદમાંથી એક યુવતીનું બદકામના ઇરાદે અપહરણ કરી જનાર શખ્સને માળીયા મી. પોલીસે પૂર્વ બાતમીના આધારે કચ્છના રાપર તાલુકામાંથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજથી ચાર માસ પૂર્વે માળીયા મી. માંથી એક યુવતીનું બદકામનાના ઇરાદે અપહરણ કરી નાસી જનાર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લખાસરી ગામના 21 વર્ષીય ગંગારામ ઉર્ફે પપ્પુ શામજીભાઈ સોમાણીને મોરબી એસઓજીના એએસઆઈ ફારૂખભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચરને મળેલી પૂર્વ બાતમીના આધારે રાપર તાલુકાના કલ્યાણપર ગામની સીમ કેનાલ નજીકથી ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ હાલ ધોરણસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate