ઈલેક્શન અપડેટ : ચૂંટણી માટે નિમાયેલા ઓબઝર્વરના મોબાઇલ નંબર જાહેર કરાયા

- text


મોરબી સરકીટ હાઉસના મિટિંગ હોલ ખાતે દરરોજ બપોરે 1 થી 2 વાગ્યા સુધી મળી શકાશે

મોરબી : મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી અર્થે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ઓબઝર્વરની નિમણૂંક કરવામાં આવતી હોય છે. આ અનુસંધાન ૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબઝર્વર તરીકે ડૉ. હરીઓમ, IAS ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓના મો. ૯૩૨૭૭ ૯૦૨૯૯ પર કોઇપણ વ્યક્તિ મળીને ચૂંટણી સંદર્ભે પોતાની રજૂઆત કરી શકે છે.

૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબઝર્વર ડૉ. હરીઓમ, (IAS) ના લાયઝન અધિકારી તરીકે મોરબી જિલ્લા આયોજન અધિકારીશ્રી બગીયાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓના મોબાઇલ ૯૯૨૪૫ ૨૮૯૫૫ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તા. ૧૬-૧૦-૨૦૨૦ થી ઓબઝર્વર ડૉ. હરીઓમ (IAS) (મો. ૯૩૨૭૭ ૯૦૨૯૯)ને મોરબી સરકીટ હાઉસના મિટિંગ હોલ ખાતે બપોરે ૧-૦૦ થી ૨-૦ વાગ્યા સુધી મળી શકાશે. આ સમય સિવાય કોઇને પણ મળવાનું થાય તો મોરબી વિધાનસભાની ચૂંટણી માટે નિયુક્ત ઓબઝર્વર ડૉ. હરીઓમ, IAS ના લાયઝન અધિકારી મોરબી જિલ્લા આયોજન અધિકારીશ્રી બગીયા (મો. ૯૯૨૪૫ ૨૮૯૫૫)નો સંપર્ક કરવાનો રહેશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text