દિગ્દર્શક હારિતઋષિ પુરોહિતની ગ્લોબલ છલાંગ : ઇન્ટરનેશનલ એડ-ફિલ્મ માટે સાઇન કરાયા

ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અને ‘સેવન્થ સેન્સ કૉન્સેપ્ટ્સ’ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એવા હારિતઋષિ પુરોહિત ઇન્ટરનેશનલ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે બનાવશે એક જાહેરાત!

મોરબી : ગુજરાતી દિગ્દર્શક દ્વારા તૈયાર થનારી ડિજિટલ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિર્માણ પામી રહી હોય એવી આ પહેલી ઘટના છે. ‘આપણે તો ધીરૂભાઈ’ અને ‘લેટ ધેમ પ્લે’ના દિગ્દર્શક હારિતઋષિ પુરોહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કરવા જઈ રહ્યા છે.

‘આપણે તો ધીરુભાઈ’ અને ‘લેટ ધેમ પ્લે’ના ફિલ્મ દિગ્દર્શક તથા મૂળ રાજકોટના વતની હારિતઋષિ પુરોહિતને એક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાઈન કરવામાં આવ્યા છે. દેશ-વિદેશના કલાકારો અને ક્રૂ સાથે આ પ્રોજેક્ટ ગ્લોબલ પ્લેટફોર્મ પર જાહેરાત માટે તૈયાર કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હરિતઋષિની ફિલ્મને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્ક્રીન પર દેખાડવામાં આવી છે. તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફોરેન સ્ક્રીનપ્લેના એવોર્ડ મળી ચુક્યા છે. કોઈ ગુજરાતી દિગ્દર્શક દ્વારા તૈયાર થનારા ડિજિટલ ફિલ્મની કદાચ આ સૌપ્રથમ ઘટના છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate