ટંકારાના ટોળ ગામે બાઈક સ્લીપ થઇ જતા યુવકનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે બાઈક સ્લીપ થઇ જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 16ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા ટોળ ગામે ફુલીયા હનુમાન મંદિર નજીક ઉસ્માનખાન મહેબુબખાન પઠાણ (ઉ.વ. 25, રહે. ભાવનગર, પાંજરી શેરી) પોતાનુ બાઇક લઇ જતા હતા. ત્યારે બાઇક સ્લીપ થતા પડી જતા ઇજા થઇ હતી. અને તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text