કોંગ્રેસના ચૂંટણી અભિયાને વેગ પકડ્યો : ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રુપ મિટિંગોનો દૌર શરૂ

- text


કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા સહિતના નેતાઓએ ગ્રુપ મિટિંગનો દૌર આરંભયો

મોરબી : જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ બંને મુખ્ય પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચારના અભિયાનને તેજ બનાવ્યું છે. ત્યારે કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોતાનો જનાધાર મજબૂત કરવા ગ્રામીણ વિસ્તારોમાં બેઠકોનો દૌર આરંભયો છે.

કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી પટેલે માળીયા તાલુકાના સુલતાનપુર સહિતના ગામોની મુલાકાત લીધી હતી. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા સહિતના નેતા કાર્યકર્તાઓનો કાફલો તેમની સાથે જોડાયો હતો. કોંગ્રેસની વિચારધારા અને મુદ્દાઓ લઈને જ્યંતીભાઈ અને કોંગી આગેવાનો ગ્રામીણ વિસ્તારોમાં ગ્રુપ મિટિંગો શરૂ કરતાં ચૂંટણીનો માહોલ ગ્રામ્ય સ્તરે પણ જામતો જાય છે. ખાસ કરીને કોંગ્રેસે ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતો અને અન્ય લઘુ ઉધોગકારોને પડતી આવેલી હાલાકીના પ્રશ્ને કોંગ્રેસ પાર્ટીના વિચારો સ્પષ્ટ કરી છેવાડાના વિસ્તારોને મુખ્ય પ્રવાહ સુધી લઈ આવવાની પોતાની યોજનાઓ વર્ણવી હતી.

ગ્રામીણ ક્ષેત્રે પ્રવર્તી રહેલી પ્રાકૃતિક વિષમતાઓ અને તેને લઈને હાડમારી વેઠી રહેલા ધરતીપુત્રો સાથે કોંગ્રેસ હંમેશા ઉભી રહી છે અને રહેશે એવા નક્કર વચનો સાથે કોંગ્રેસના ઉમેદવાર અન્ય કોંગી નેતાઓ સાથે આવનારા દિવસોમાં મોરબી-માળીયા વિસ્તારના તમામ ગામોમાં ફરી વળશે. ગ્રામ્ય કક્ષાએથી શરૂ કરેલો કોંગ્રેસનું પ્રચાર અભિયાન આ તકે સૂચક માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના ચોમાસા દરમ્યાન મોરબી અને માળીયા વિસ્તારના ખેડૂતોની હાલત અતિવૃષ્ટિને કારણે બદતર બની હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text