મોરબીની એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલના છાત્રએ NEETમાં મેળવ્યા 670 માર્ક

- text


મોરબી : ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં સફળતા મળ્યા બાદ તબીબી અભ્યાસ ક્રમ માટે જરૂરી નીટ (NEET) માટેની પરીક્ષા ગત ઓગસ્ટ મહિનામાં લેવાઈ હતી. જેનું ગત શુક્રવારના રોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લાના 2 છાત્રો સફળતાપૂર્વક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જેમાં મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા શેરસીયા નઇમે ઝળહળતી સફળતા મેળવી હતી અને કુલ 720માથી 670 માર્ક મેળવી ઓલ ઇન્ડિયામાં 1269 ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

નઈમના જણાવ્યા મુજબ તેણે 11 સાયન્સની શરૂઆતથી 10 કલાકની તૈયારી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું સમયાંતરે લેવાયેલ ટેસ્ટ અને તે ટેસ્ટમાં રહી ગયેલી ખામીઓનો સુધાર કર્યો હતો. તો પરીવાર દ્વારા પણ સપોર્ટ મળતા સફળ થયા છે. તેમના પિતા પણ તબીબ છે.અને તેઓ દ્વારા પૂરતો સપોર્ટ કર્યો છે. જેના કારણે આ સફળતા મળી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text