મોરબી-વાકાનેરને જોડતા સજ્જનપર માર્ગની બિસ્માર હાલતને લઈને કરાઈ રજુઆત

- text


ટંકારા : ટંકારા તાલુકાના છેવાડે આવેલા સજ્જનપર ગામે જવાના માર્ગની છેલ્લા ધણા સમયથી બિસ્માર હાલતને લઈને સત્વરે આ રસ્તો રીપેર કરવા લાગતા વળગતા તંત્રને સામાજિક કાર્યકરે રજુઆત કરી છે.

વાંકાનેર-મોરબીને જોડતા સજ્જનપર ગામના રસ્તાની હાલત અતિ દયનિય બનતા સામાજિક કાર્યકર સાગર કોરડીયાએ સત્વરે આ માર્ગ રીપેર કરી લોકોને પડતી હલાકીમાંથી મુક્તિ અપાવવા રજુઆત કરી છે. મોરબી- વાકાનેર જવા ઉપયોગમાં લેવાતા આ માર્ગ પર જગ વિખ્યાત સ્વયંભુ જડેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ મુખ્ય રસ્તો રીપેર કરવા સામાજિક કાર્યકર સાગર કોરડિયાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી. કોરડીયાએ રજુઆતમાં જણાવ્યું હતું કે, આ રોડ ઉપરથી નાના મોટા હજારો વાહનો અને તેના ચાલકો અહીંથી પસાર થતી વખતે પારાવાર હાલાકી ભોગવવી રહ્યા છે. હોસ્પિટલ સહિતના ઈમર્જન્સી કામો માટે સમયસર પહોંચી શકાતુ નથી. ત્યારે આ અંગે તાકીદે ધટતુ કરવા સાગરે ડી ડી ઓ ને રજુઆતના અંતમાં જણાવ્યું છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text