પોલીસ સ્ટેશનમાં વિડીઓ શૂટિંગ કરી સીન-સપાટા કરનાર શખ્સને પાસા હેઠળ ધકેલાયો

ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર લજાઈનો શખ્સ પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનમાં અનઅધિકૃત રીતે ઘુસી જઈ ફરજ પરના પોલીસકર્મીઓની ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર અને એ દરમ્યાન પોલીસ સ્ટેશનના પ્રતિબંધિત એરિયામાં વિડીઓ શૂટિંગ કરનાર શખ્સનું પાસા વોરંટ ઇશ્યુ થતા આરોપીને અમદાવાદ ખાતે મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

ટંકારાના લજાઈ ગામના અમ્રુતલાલ આલાભાઇ ચાવડાને પાસા હેઠળ ડીટેઈન કરી ટંકારા પોલીસે મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલી આપ્યો હતો. પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા સાહેબની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ વી.બી જાડેજા પો.ઈન્સ એલ.સી.બીએ ટંકારા પોલીસ સ્ટેશનમા મોબાઇલથી વિડીયો રેકોર્ડીંગ કરી સરકારી કર્મચારીની ફરજમા રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામા સંડોવાયેલ અમ્રુતલાલ આલાભાઇ ચાવડા, ઉ.વ.૩૦ રહે.ગામ-લજાઇ તા.ટંકારા જી.મોરબી વાળા વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હોય જે જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપતા આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા આરોપીને તા. ૧૫/૧૦/૨૦૨૦ના કલાક ૧૫/૦૦ વાગે પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે ધકેલી દીધો હતો.

આ કામગીરીમાં પો.સબ. ઇન્સ. બી.ડી.પરમાર તથા ‘A’ બીટ ઇન્ચાર્જ પો.હેઙ. કોન્સ. પ્રફુલભાઇ પરમાર, પોલીસ કોન્સ. રમેશભાઇ ચતુરભાઇ ચાવડા, લોકરક્ષક રાહુલભાાઇ માવજીભાઇ છૈયા, સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ. કોન્સટેબલ વિજયભાઇ નાગજીભાઇ બાર, પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઇ અમરશીભાઇ શેરસીયા સહિતનો સ્ટાફ રોકાયો હતો.