ઈલેક્શન અપડેટ : ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિની ફરિયાદ C-Vigil એપ અને વોટ્સએપથી કરી શકાશે

- text


મોરબી : ચૂંટણીપંચે સોશિયલ મીડિયા મારફત આચાર સંહિતા ભંગની ફરિયાદો સાંભળવા માટે એક સ્પેશિયલ એપ્લિકેશન સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી કોઈપણ પક્ષ દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ કોઈ પણ નાગરિક કરી શકશે. ચૂંટણીપંચ દ્વારા સી વિજીલ C Vigil નામની સ્માર્ટફોન એપ્લિકેશન તૈયાર કરાઇ છે જેનાથી આચારસંહિતા ભંગ થતી હોય તેવા ફોટો અથવા વિડિયો ચૂંટણીપંચને મોકલીને ફરિયાદ દાખલ કરાવી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો CVigil દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો C-Vigil મોબાઇલ એપ્લીકેશનથી ફરિયાદ કરી શકે તે માટે www.civigil.edi.gov.in વેબસાઇટ મારફતે લીંક મેળવી શકાશે. સ્માર્ટ મોબાઇલમાં Play store માંથી પણ C-Vigil એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.

- text

આ ઉપરાંત, ચૂંટણીના સમયગાળા દરમિયાન આચારસંહિતા ભંગ સહિતની ચૂંટણલક્ષી ફરિયાદો માટે WhatsApp Application નો ઉપયોગ કરી કોઇ પણ નાગરિકને જો ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી જણાય તો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મોરબીને મોબાઇલ નં.૯૯૨૫૨-૫૪૭૪૮ પર WhatsApp મેસેજ દ્વારા ફરિયાદ કરી શકે છે. C-Vigil મોબાઇલ એપ્લીકેશન અને WhatsApp મેસેજ દ્વારા ચૂંટણીલક્ષી ફરિયાદો દાખલ કરવાની આ સુવિધાનો લાભ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ અને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે. બી. પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text