ઇલેક્શન અપડેટ : આજે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 11 ઉમેદવારોએ ભર્યું ફોર્મ

- text


બે દિવસમાં 10 અપક્ષ ઉમેદવાર મળી 17 ફોર્મ જમા થયા,5 ફોર્મ ઉપડ્યા

મોરબી : મોરબીની ખાલી પડેલી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર તેની કામગીરી જોડાયું હતું. પણ રાજકીય પક્ષમાં કોઈ સળવડાટ જોવા મળતો ન હતો. ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ગત 8 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે 9 ફોર્મ, ત્યારબાદ 167અને 8 ફોર્મ ઉપડયા હતા.જ્યારે બુધવારે 2 ફોર્મ જમા થયા હતા.હવે કોંગ્રેસ ભાજપમાં ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. અને ગુરુવારે ફોર્મ ભરવા લાઈન લાગી હતી. આજે ભાજપ કોંગ્રેસ તેમજ 10 અપક્ષ ઉમેદવાર મળી કુલ 11 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હતા.તો 5 ઉમેદવારોએ ફોર્મ ઉપડ્યા હતા.

ફોર્મ જમા કરાવનાર ઉમેદવાર

સુમરા નિયામત હનીફ(અપક્ષ)

રાણપરિયા પંકજ કાન્તિલાલ(અપક્ષ)

મેરજા બ્રિજેશ અમરશીભાઈ (ભાજપ)

ડાભી ગણેશ (ભાજપ-ડમી ફોર્મ)

પટેલ જયંતિ જેરાજભાઈ(કોંગ્રેસ)

જાદવ ગિરીશ ગોવિંદભાઈ(અપક્ષ)

ભટ્ટી હુસેન ભચુભાઈ(અપક્ષ)

સુમરા કાસમ હાજી(અપક્ષ)

મીરાણી વિવેક ઉર્ફે બબલુ(અપક્ષ)

- text

ચનાણી મુસા અબ્રાહમ(અપક્ષ)

મોવર નિઝામ ગફુરભાઈ(અપક્ષ)

ફોર્મ લેનાર ઉમેદવાર

મહેતા રોનક મેહુલભાઈ (અપક્ષ)

અધારા નયન લાલજીભાઈ(કોંગ્રેસ)

કટીયા હુસેન અબ્રાહમ(અપક્ષ)

બ્લોચ ઇસ્માઇલ ચારમહમદ(અપક્ષ)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text