ક્રૂડ પામતેલના વાયદાઓમાં ૨૫,૫૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૮,૩૮૦ ટનના સ્તરે

 

સોનાના વાયદાના ભાવમાં રૂ.૧૫૨ અને ચાંદીમાં રૂ.૧,૦૭૨નો ઘટાડો: ક્રૂડ તેલ પણ ઘટ્યું: કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૪,૧૫૧.૪૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૪૪,૬૧૧ સોદાઓમાં રૂ.૧૪,૧૫૧.૪૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૨ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૦૭૨ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ સુધર્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૨૫,૫૩૦ ટનના નોંધપાત્ર વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૮,૩૮૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો.

દરમિયાન, કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૪૨૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૪૮૦ અને નીચામાં ૧૫,૪૦૬ બોલાઈ, ૧૨૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૯૩ પોઈન્ટ ઘટી ૧૫,૪૦૬ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૮૮૨ સોદાઓમાં કુલ રૂ.૭૩.૭૮ કરોડનાં ૯૫૭ લોટ્સનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૭૧૩ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૪૫૧૬૩ સોદાઓમાં રૂ.૭૪૮૩.૮૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૩૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૫૪૨ અને નીચામાં રૂ.૫૦૨૮૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૨ ઘટીને રૂ.૫૦૩૯૦ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૫૩૫ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૯૬ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૩ ઘટીને બંધમાં રૂ.૫૦૪૬૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૧૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૩૨૦ અને નીચામાં રૂ.૫૯૮૭૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૭૨ ઘટીને રૂ.૬૦૫૩૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૦૭૭ ઘટીને રૂ.૬૦૫૩૩ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૦૭૧ ઘટીને રૂ.૬૦૫૩૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૧૯૬૪ સોદાઓમાં રૂ.૩૦૪૦.૮૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૦૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૧૬ અને નીચામાં રૂ.૨૯૨૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮ ઘટીને રૂ.૨૯૩૬ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૦૬૮ સોદાઓમાં કુલ રૂ.૨૧૩.૮૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૧૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૧૨૦ અને નીચામાં રૂ.૧૯૦૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ ઘટીને રૂ.૧૯૦૮૦ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૦૦.૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪ ઘટીને બંધમાં રૂ.૭૯૦ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૧.૫ અને નીચામાં રૂ.૯૪૧.૫ રહી, અંતે રૂ.૯૪૩.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૯૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૯૩.૫ અને નીચામાં રૂ.૧૦૮૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૦૦ ઘટીને રૂ.૧૦૮૩ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૦૪૯ સોદાઓમાં કુલ રૂ.૩૩૭૯.૪૫ કરોડ ની કીમતનાં ૬૭૦૨.૯૪૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૨૫૧૧૪ સોદાઓમાં કુલ રૂ.૪૧૦૪.૩૬ કરોડ ની કીમતનાં ૬૭૫.૬૪૧ ટન, ક્રૂડ તેલમાં ૨૦૮૭૨ સોદાઓમાં રૂ.૧૦૦૪.૨૫ કરોડનાં ૩૩૮૦૬૦૦ બેરલ્સ, કોટનમાં ૧૦૫ સોદાઓમાં રૂ.૬.૩૬ કરોડનાં ૩૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૮૯૨ સોદાઓમાં રૂ.૨૦૨.૫૯ કરોડનાં ૨૫૫૩૦ ટન, મેન્થા તેલમાં ૩૨ સોદાઓમાં રૂ.૩.૯૯ કરોડનાં ૪૨.૧૨ ટન, કપાસમાં ૩૯ સોદાઓમાં રૂ.૮૭.૧૩ લાખનાં ૧૬૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૩૩૪.૩૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૫.૭૩ ટન, ક્રૂડ તેલમાં ૩૬૬૩ બેરલ્સ, કોટનમાં ૨૮૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૬૮૩૮૦ ટન, મેન્થા તેલમાં ૧૪૧.૪૮ ટન અને કપાસમાં ૫૧૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૦ અને નીચામાં રૂ.૪૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૮ બંધ રહ્યો હતો.

જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૦ અને નીચામાં રૂ.૨૩૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૬ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૨૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૫૨ અને નીચામાં રૂ.૭૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪૨ બંધ રહ્યો હતો.

જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૪૭૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૦૦ અને નીચામાં રૂ.૨૩૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૬૮ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૨ અને નીચામાં રૂ.૫.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩.૯ ખૂલી, ઊપરમાં રૂ.૨૩.૮ અને નીચામાં રૂ.૧.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૭ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate