મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ફોર્મ ભર્યું

- text


ડમી ઉમેદવાર તરીકે ગણેશભાઈ ડાભીએ પણ બીજેપી તરફે ભર્યું ફોર્મ

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ આજે ગુરુવારે બપોરે 12:39ના વિજય મહુર્તમાં ફોર્મ ભર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, આઈ.કે. જાડેજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-૧૯ની કેન્દ્રીય તથા ચૂંટણીપંચની ગાઈડલાઇન્સ અનુસાર ઉમેદવાર સાથે માત્ર બે વ્યક્તિઓના પ્રવેશના નિયમને આધીન કુલ 3 લોકોએ જ નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જો કે અન્ય ગણમાન્ય નેતાઓ ફોર્મ રજૂ કરતા સમયે દૂર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બન્ને મુખ્ય પક્ષોએ આજે જ પોતાના ઉમેદવારોના ફોર્મ ભરતા 65- મોરબી-માળીયા મતવિસ્તારમાં ચૂંટણીનો માહોલ આજથી જ જામવાની શરૂઆત થઈ ગઈ છે અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ આજથી જ થઈ ગયા છે ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જશે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થતી જશે એવો માહોલ અત્યારથી જ સર્જાઈ રહ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text