યુ-ટ્યુબ અને ફેસબૂકના માધ્યમથી વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ કરાવતી ઘીયાવડ પ્રાથમિક શાળા

- text


વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-જૂના કણકોટ (તા.વાંકાનેર, જી.મોરબી)માં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિવાર સાથે જોડાયેલા રહે, તે હેતુથી ડી.પી.સી.ની સૂચના મુજબ “નવતર પ્રયોગ” અન્વયે શાળાની યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરવામાં આવી છે. તે અન્વયે CRC CO. ગિરિરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો વિરેન્દ્રસિંહ, નમ્રતાબા, કવિતાબેન, દિનેશભાઈ, રવજીભાઈ, વિજયભાઈ અને મિરલબેન દ્વારા શૈક્ષણિક વીડિયો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

શાળાની વૈવિધ્ય પૂર્ણ કામગીરી અને ઓનલાઇન શિક્ષક તાલીમની સાથે ડી. ડી. ગિરનારનું પ્રસારણ નિહાળવું, યૂ-ટ્યૂબ, બાર કોડ, દીક્ષા એપ અને વોટ્સઅપના માધ્યમથી તથા વિવિધ ઓનલાઇન ‘ઘરે બેઠા સ્પર્ધા’ના આયોજન દ્વારા પણ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને જોડાયેલા રહેવા માટે વાલી સંપર્ક દ્વારા પણ જાગૃતિ માટે શિક્ષકો દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યો છે.

ઉપરાંત, મોબાઈલ એપના માધ્યમથી શાળાના વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાતા અને શીક્ષકોના માર્ગદર્શનથી સર્જનાત્મક પ્રવૃત્તિ કરતા અને સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય તરફથી પ્રોત્સાહક ઈનામ આપીને અભ્યાસ સાથે જોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાની તમામ પ્રવૃતિઓને નિયમિત રીતે શાળાના ફેસબૂક પેજ ” Sch Mrb Wakaner Ghiyavad ” પર અપડેટ કરાઈ રહી છે, તેમ ઘીયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text