ગાંધીનગર ટેકનિકલ કમિશનરની કચેરીએ ભાવિ પ્રોફેસરોનું ઉપવાસ આંદોલન

- text


મોરબીનો GPSC પાસ ઉમેદવાર દિવ્યરાજસિંહ યશવંતસિંહ ઝાલા પણ ગાંધીનગર ખાતે ઉપવાસમાં જોડાયા

મોરબી : ગાધીનગર કર્મયોગી ભવન ખાતે ટેકનિકલ કમિશનરની કચેરીએ રાજ્યભરમાંથી આવેલા ભાવિ પ્રોફેસરોએ ધરણા કરી ઓર્ડર આપવાની માંગ કરી છે.

GPSC દ્વારા પોલીટેકનીક કૉલેજોમાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના પ્રોફેસર માટે ૨૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ જાહેરાત આપી હતી. જેની પ્રાથમિક પરીક્ષા ૨૦૧૬માં લેવાઇ હતી અને ઇન્ટરવ્યૂ માર્ચ ૨૦૧૯માં લેવાયા હતા. અંતિમ પરિણામ માર્ચ ૨૦૧૯માં આપ્યું હતું. જો કે, ત્યાર બાદ ડોક્યુમેન્ટ અને પોલીસ વેરિફિકેશન પણ પૂર્ણ થયું હતું પરંતુ હાઇકોર્ટમાં સ્ટે હોવાથી ઉમેદવારો દ્વારા પોતાના રૂપિયા ખર્ચી સ્ટે હટાવાયો હતો. કોર્ટ દ્વારા પોસ્ટિંગ આપવા માટે કહેવામાં આવ્યુ હતું છતાં પણ નિમણુંક ન અપાતા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હોવાનું મોરબીના યુવકે જણાવ્યું હતું. તમામ ભરતી પ્રક્રિયાને 5 વર્ષ પુરા થવા આવ્યા છે ત્યારે હવે સરકાર દ્વારા ૨૭/૦૭/૨૦૨૦ના રોજ GR બહાર પાડ્યો અને ઇલેક્ટ્રિકલ શાખામાં 68 ઉમેદવારોની પસંદગી થઈ છે.

- text

જે પૈકી માત્ર 36 અને મિકેનિકલ શાખામાં 111 ઉમેદવારો પસંદ થયા છે જે પૈકી માત્ર 28 ઉમેદવારોને નિમણુંક મળી શકે તેમ હોય જેથી GPSC પાસ ઉમેદવારો દ્વારા તારીખ ૦૩/૧૦/૨૦૨૦થી જ્યાં સુધી નિમણુંક ના મળે ત્યાં સુધી આમરણાંત અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મૂળ ટંકારા તાલુકાના નાના રામપર અને હાલ મોરબીના એક ઉમેદવાર દિવ્યરાજસિંહ યશવંતસિંહ ઝાલા પણ ગાંધીનગર ખાતે 7 દિવસથી ઉપવાસમાં જોડાયા છે. આ પૈકીના કોઈ પણ ઉમેદવારોને કઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું ઉમેદવારોએ જણાવ્યુ છે. સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઇ નિમણુંક કરવામાં આવે તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text