વાંકાનેર : હુમલા, ધમકીના કેસમાં આરોપીએ ફરિયાદીને રૂ.10 હજાર ચુકવવા કોર્ટનો આદેશ

2017માં પશુ સારવાર બાબતે મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

મોરબી : વાંકાનેરના કોટડા નાયાણીમાં ગામમાં પશુઓની પ્રાથમિક સારવાર વર્કર તરીકે કામ કરતા મયુર હસમુખ રૈયાણી તે જ ગામના વિરેન્દ્ર સિંહ પ્રવિણસિંહ જાડેજા 23-6-2017ના રોજ બીમાર ગાયની સારવાર માટે તેની વાડીએ લઇ ગયા હતા જ્યાં તેઓની ગાય હાજર ન મળતા ઉશ્કેરાઇ ગયા હતા અને તેનો ખાર રાખી કારણ વિના મયુરભાઇ સાથે વીરેન્દ્ર સિંહે મારામારી કરી ધાક ધમકી આપી હતી. જે અંગે વાકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.જે બાદ સમગ્ર કેસ વાંકાનેર ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટની કોર્ટમાં જતો રહ્યોં હતો.જ્યા સરકારી વકીલ સી.એલ દરજીએ ફરિયાદી તરફી ધારદાર દલીલ અને પુરાવા વગેરે થકી પોતાનો પક્ષ રાખ્યો હતો. જે બાદ મેજિસ્ટ્રેટ દ્વારા બન્ને પક્ષની દલીલ આધારે આરોપીને કસૂરવાર ઠેરવી ફરિયાદી મયુરભાઈ રૈયાણીને આરોપી વીરેન્દ્ર સિંહે 10,000નું વળતર ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate