સોના-ચાંદી અને ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો: મેન્થા તેલમાં નરમાઈનો માહોલ

- text


કપાસ, કોટન, ક્રૂડ પામતેલ (સીપઓ)ના વાયદાના ભાવમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૧,૯૭૮ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૦૦,૩૪૬ સોદામાં રૂ.૧૧,૯૭૮.૮૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૩૭૭ વધ્યો હતો. તાંબા સિવાયની બિનલોહ ધાતુઓ એકંદરે વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૪,૬૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડો વધ્યો હતો. કપાસ અને ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાના ભાવમાં વૃદ્ધિ સામે મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો.

દરમિયાન, બુલડેક્સ ફ્યુચર્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૨૯૫ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૩૯૦ અને નીચામાં ૧૫,૨૮૨ સુધી જઈ, ૧૦૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સાંજે પાંચ વાગ્યે ૫૯ પોઈન્ટ વધી ૧૫,૩૭૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં રૂ.૬૧.૧૦ કરોડનાં ૮૭૪ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૬૧૫ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૧૯૩૦ સોદાઓમાં રૂ.૫૨૪૦.૩૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૯૭૨ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૨૩૮ અને નીચામાં રૂ.૪૯૯૫૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૫ વધીને રૂ.૫૦૧૬૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૪૪૬ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૮૮ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦ વધીને બંધમાં રૂ.૫૦૨૩૩ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૦૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૧૫૦ અને નીચામાં રૂ.૬૦૨૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૭ વધીને રૂ.૬૦૭૯૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૩૭૭ વધીને રૂ.૬૦૮૦૪ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૩૬૮ વધીને રૂ.૬૦૮૦૨ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૮૯૨૩ સોદાઓમાં રૂ.૨૮૩૪.૩૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૩૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૭૯ અને નીચામાં રૂ.૨૯૨૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૯ વધીને રૂ.૨૯૭૫ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૩૭૧ સોદાઓમાં કુલ રૂ.૧૨૭.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૮૩૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૪૮૦ અને નીચામાં રૂ.૧૮૩૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૦ વધીને રૂ.૧૮૪૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો.
સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૬૨.૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૯ વધીને બંધમાં રૂ.૭૬૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૧.૯ અને નીચામાં રૂ.૯૪૪.૭ રહી, અંતે રૂ.૯૪૮.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૫૫ અને નીચામાં રૂ.૧૦૪૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧.૦૦ વધીને રૂ.૧૦૫૩ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૪૪૪ સોદાઓમાં કુલ રૂ.૨૪૫૪.૧૯ કરોડ ની કીમતનાં ૪૮૯૩.૯૨૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૫૪૮૬ સોદાઓમાં કુલ રૂ.૨૭૮૬.૧૮ કરોડ ની કીમતનાં ૪૫૮.૩૧૩ ટન, ક્રૂડ તેલમાં ૧૯૬૬૫ સોદાઓમાં રૂ.૮૭૬.૩૩ કરોડનાં ૨૯૬૫૮૦૦ બેરલ્સ, કોટનમાં ૧૪૩ સોદાઓમાં રૂ.૮.૫૫ કરોડનાં ૪૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૯૭ સોદાઓમાં રૂ.૧૧૧.૯૭ કરોડનાં ૧૪૫૮૦ ટન, મેન્થા તેલમાં ૩૬ સોદાઓમાં રૂ.૩.૯૦ કરોડનાં ૪૧.૦૪ ટન, કપાસમાં ૯૫ સોદાઓમાં રૂ.૩.૨૯ કરોડનાં ૬૨૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૭૧૩.૦૭૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૪.૪૩૧ ટન, ક્રૂડ તેલમાં ૪૧૫૦ બેરલ્સ, કોટનમાં ૨૬૧૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૩૨૬૦ ટન, મેન્થા તેલમાં ૧૫૬.૬ ટન અને કપાસમાં ૩૩૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૬ અને નીચામાં રૂ.૧૩૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૯૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૬૫ અને નીચામાં રૂ.૯૯૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૪૭.૫ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૦૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૦૪.૫ અને નીચામાં રૂ.૮૦૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૬૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૪૧૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૫૫૦.૫ અને નીચામાં રૂ.૮૧૩૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૫૦૧.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૮ અને નીચામાં રૂ.૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૫.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૪.૩ ખૂલી, ઊપરમાં રૂ.૭૪.૩ અને નીચામાં રૂ.૫૩.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૭.૭ બંધ રહ્યો હતો.

- text