વાંકાનેર અને દાહોદના ઈંગ્લિશ દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે વાંકાનેર અને દાહોદના ઈંગ્લિશ દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપી.લીધો હતો.મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચનને પગલે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર સીટી પોલીસ મથક અને દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઈંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા અઢી વર્ષર્થી નાસતો ફરતો આરોપી છનાભાઈ મનસુખભાઇ સંગોર ઉ.વ.42 ને આજે ટંકારાના સજ્જનપર ગામની સીમમાંથી ઝડપી લીધો હતો.તેમજ આ આરોપીને હાલ વાંકાનેર સીટી પોલીસને હવાલે કરી દાહોદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate