મોરબીના મિતેષ બેડિયાએ JEE (એડવાન્સ)ની પરીક્ષામાં મેળવી અનેરી સિદ્ધિ

- text


મોરબી : ગઈકાલે તા. 5 ઓક્ટોબરના રોજ JEE એડવાન્સ-2020 નું રિઝલ્ટ જાહેર થયું હતું. આ રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને IIT જેવી કોલેજમાં એડમિશન મેળવવા માટે ખૂબ જરૂરી હોય છે.

આ રીઝલ્ટમાં સમગ્ર મોરબી જિલ્લાનું સાયન્સમાં નામ રોશન કરનાર નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી બેડિયા મિતેષે ઓલ ઈન્ડિયામાં 4847 રેન્ક પ્રાપ્ત કરી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ રેન્કને આધારે તે ઈન્ડિયાની ટોચની IIT કોલેજમાં એડમિશન મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કરશે. મિતેષની આ સફળતા સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે. કારણ કે દરેક વાલીનું એવું સ્વપ્ન હોય છે કે પોતાનો દીકરો કે દીકરી IIT કોલેજમાં અભ્યાસ કરી પોતાના પરિવારનું નામ રોશન કરે.

આ પ્રથમ એવી ઘટના છે કે જેમાં મોરબીનો વિદ્યાર્થી ટેકનોલોજીના ફિલ્ડમાં આવી ઝળહળતી સફળતા મેળવીને દેશની પ્રથમ પાંચ કોલેજમાંથી એક સંસ્થામાં પ્રવેશ મેળવશે. બેડિયા મિતેષની આ અનન્ય સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં પ્રમુખ પી. ડી. કાંજીયાએ અભિનંદન પાઠવેલ છે. તેમજ મિતેષ પોતાની ઊંચી ઉડાનના સ્વપ્નને સાકાર કરી નવયુગ સાયન્સ સ્કૂલનું તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text