મોરબી : વૃક્ષ કાપતા સમયે માથે થડ પડતા યુવકનું મોત

- text


મોરબી : મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે વૃક્ષ કાપી રહેલા યુવકની માથે જ થડ પડતા પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યાનો બનાવ એ.ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે.

મોરબીના શનાળા રોડ સ્થિત અજંતા- રેવાપાર્કમાં વૃક્ષ કાપી રહેલા 45 વર્ષીય હીરાભાઈ સકરાભાઈ ગોહિલ નામના યુવક પર કપાયેલા વૃક્ષનું થડ પેટના ભાગે પડતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. બનાવની એ. ડીવી. પોલીસ સ્ટે.માં અકસ્માતે મોતની નોંધ થતા વી. ટી. સિહોરાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text