પ્રેરણાદાયી પગલું : મોરબીની આ ખાનગી શાળાએ પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફી જાહેર કરી

- text


અન્ય ખાનગી શાળાના સંચાલકોએ અમલ કરવા જેવું પગલું…

મોરબી : કોરોના વાયરસના પગલે સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારથી વાલીઓ અને સંચાલકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જો કે તાજેતરમાં રાજ્ય સરકારે 25% ફી માફી આપવાની જાહેરાત કરી છે. ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં આવેલ નવોદય વિદ્યાલય દ્વારા પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફી જાહેર કરવામાં આવી છે. જે અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ પગલું છે.

ભારતીય કાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિતે ઘુંટુ (હરિનગર) ગામમાં આવેલ નવોદય શાળાએ એક પ્રેરણાદાયી પગલુ લીધું છે. કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ છે. ત્યારે નવોદય વિદ્યાલય દ્વારા ચાલુ વર્ષ 2020-’21ની સેમેસ્ટર-1 (6 માસ)ની સંપૂર્ણ ફી માફી એટલે કે પ્રથમ સત્રની 100% ફી માફી આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે માનવતાના ધોરણે અને વાલીની પરિસ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય કરેલ છે. જેની દરેક વાલીએ નોંધ લેવા શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે. નવોદય વિદ્યાલય દ્વારા લેવાયેલા ફી માફીના નિર્ણયથી વાલીઓને આર્થિક રાહત મળી છે. તેમજ વાલીઓએ સંચાલક મહેશભાઈ, પરસોતમભાઇ, પ્રમુખ બિપીનભાઈ તથા આચાર્ય કિરીટભાઈનો આભાર વ્યક્ત કર્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text