મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરી, તસ્કરો CCTV કેમેરામાં કેદ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરી થઇ છે. તેમજ આ બનાવના તસ્કરો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે.

આજે તા. 3ના રોજ વહેલી સવારે 5 વાગ્યે મોરબીના શનાળા રોડ પર સત્યમ પાન નજીક આવેલ ભૂગર્ભ ગટરના લોખંડના ઢાંકણાની ચોરી ગઈ છે. ચોરી કરવા આવેલા તસ્કરો વાહન લઈને આવેલ હતા. આ ચોરીનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ ગયો છે. સત્યમ પાનના માલિક મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ બનાવ અંગે નગરપાલિકા અને પોલીસ જે કઇંપણ કાર્યવાહી કરે તેમાં CCTV ફૂટેજની જરૂર હોય તો તે ફૂટેજ નગરપાલિકા અને પોલીસ વિભાગને આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે તેમની પાસે રહેલા CCTV ફૂટેજમાં તે રોડ પર ગટરની પાસે આવેલા ખાડાના લીધે એક અકસ્માત સર્જાયો હતો. તે બનાવ પણ કેદ થઇ ગયો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text